થરાદના મીયાલ નજીકથી બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે કુલ કિંમત રૂ. 5,88,780 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસની ટીમ શનિવારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં મળેલી બાતમીના આધારે રાજસ્થાન તરફથી દારૂ અને બિયરની લઇ આવતી એક કાર ઝડપાઇ હતી.
જેમાં 2 શખ્સો સાથે મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અન્ય 2 શખ્સો જે દારૂની હેરાફેરી તેમજ જથ્થો રાખવા બદલ ઝડપી ગુનો નોંધ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી. પોલીસની ટીમ શનિવારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન મીયાલ ગામના પાટીયા નજીકથી બાતમીના આધારે રાજસ્થાન તરફથી એક દારૂ ભરેલી એક્સ.યુ.વી. કારને રોકાવી તેમાં તપાસ કરતાં કારમાં દારૂ અને બિયરની કુલ બોટલો ટીન નંગ-240 કુલ
કિંમત રૂ. 78,780 અને એક્સ.યુ.વી.ગાડી તેમજ મોબાઇલ સહીત કુલ કિંમત રૂ. 5,88,780 ના મુદ્દામાલ સાથે રામારામ રડમલરામ દેવાસી અને રમેશકુમાર કીરતારામ જાટ (બંને રહે. રાજસ્થાન) વાળાને ઝડપી

 

વધુ તપાસ હાથ ધરાઇ છે. જયારે અન્ય જગદીશ સોનારામ જાટ (રહે. સીણધી, રાજસ્થાન) વાળાએ દારૂનો જથ્થો ભરાવ્યો હતો અને રામલાલે દારૂનો જથ્થો મંગાવી એની હેરાફેરી કરી ગુજરાતમાં વેચાણ કરતાં
હતા. જેથી ચારેય શખ્સો સામે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!