છાપીમાં ગ્રામ પંચાયતના સદસ્યે કરેલા દબાણમાં શૌચાલય તોડી ખોટું પંચનામુ કર્યું હોવાનો આક્ષેપ કર્યો

- Advertisement -
Share

દબાણદારને અધિકારીઓએ કારણદર્શક નોટીસ ફટકારી

 

વડગામના છાપીમાં ગ્રામ પંચાયતના સદસ્યે દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે તેને તોડવા અરજદાર દ્વારા રજૂઆત કરાઇ હતી.
જેને લઇ તપાસ અધિકારીઓએ તપાસ કરી કારણદર્શક 57/1 ની નોટીસ ફટકારી હતી. વડગામ તાલુકાના વેપારી મથક ગણાતા છાપીમાં ગ્રામ પંચાયતના સદસ્ય હીરાભાઇ પરમાર કરેલા દબાણ અંગેની રજૂઆત
ગામના વાલુભાઇ મોર (ચૌધરી) તાલુકા પંચાયત સહીત ઉચ્ચકક્ષાએ દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરી હતી. જેને લઇ દબાણની તપાસ અધિકારીઓએ કરી હતી અને તપાસ બાદ 57/1 ની નોટીસ આપી તે અંગેની સુનાવણી રાખી હતી.

 

પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને તાલુકા પંચાયતના તપાસ અધિકારીઓએ સદ્દસ્યે કરેલા દબાણમાં માત્ર શૌચાલય તોડી ખોટું પંચનામું કર્યું હોવાનું અરજદારે જણાવ્યું હતું.
આ અંગે અરજદાર વાલુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘મેં દબાણ અંગે વારંવાર ફોટાઓ સાથે જે દબાણ દેખાઇ રહ્યું છે તેવી રજૂઆત કરી હતી તો હજી સુધી તપાસ અધિકારી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરતાં નથી અને દબાણ કરતાં સદસ્યની સામે આંગણવાડી કેન્દ્ર આવેલું છે.
ત્યારે કોઇ પ્રકારનો બનાવ બને તો 108 વાન એમ્બ્યુલન્સ પણ ત્યાં જઇ શકે તેમ નથી. ત્યારે ડી.ડી.ઓ. દ્વારા યોગ્ય તપાસ કરી આ દબાણ દૂર કરવામાં આવે અને આ ગ્રામ પંચાયતના સદસ્ય કરેલું દબાણ દૂર કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી મારી માંગ છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!