બનાસકાંઠાના વાસણ ગામનો લાંચીયો સરપંચ ACB દ્વારા રંગે હાથ ઝડપાયો

- Advertisement -
Share

વાસણ ગામનો સરપંચ 50 હજારની લાંચ લેતા બનાસકાંઠા ACB દ્વારા રંગેહાથ ઝડપાયો. વાસણ ગામ પંચાયતમાં ભૂગર્ભ ગટર લાઈન તેમજ પેવર બ્લોકનું કામ પૂર્ણ કરેલા કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગતા સરપંચની જાણ કોન્ટ્રાક્ટરે પાલનપુર એસીબીને કરી હતી. એસીબીએ ધનિયાના ચોકડી નજીક છટકું ગોઠવી 50 હજારની લાંચ લેતાં સરપંચને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

 

બનાસકાંઠા જિલ્લામાં સરપંચ લાંચ લેતો એસીબી પોલીસના હાથે રંગેહાથ ઝડપાયો છે. જેમાં એક કોન્ટ્રાક્ટર દ્વારા વાસણ ગામ પંચાયતમાં ભૂગર્ભ ગટર લાઈન તેમજ પેવર બ્લોકનું કામ પૂર્ણ કર્યું હતું. જે કામ પૂર્ણ કર્યું હતું તે કામના પૈસા ગ્રામ પંચાયત પાસે કોન્ટ્રાક્ટરને લેવાના હતા.
તે નાણાંનું ચુકવણી કરવા સરપંચે કોન્ટ્રાક્ટરને કરેલા કામના 10% લેખે એટલે કે, 50 હજારની લાંચની માગણી કરી હતી. આ કામના કોન્ટ્રાક્ટર લાંચના પૈસા આપવા માંગતા ન હતા. જેથી તેમને પાલનપુર એ.સી.બી કચેરીનો સંપર્ક કર્યો હતો.
જે આધારે એ.સી.બીએ છટકું ગોઠવી વાસણ ધાણધા સરપંચ હિબ્જુરહેમાન મોહમ્મદ નિફ ઢૂકકાને ધનીયાણા ચોકડી અંબાજી હાઈવે ભોલેનાથ ચાની કીટલી પર સરપંચ રકમ 50 હજાર સ્વીકારતા એસીબી બનાસકાંઠાએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!