બનાસકાંઠાના શિક્ષણ સમિતિના ચેરમેને વિદ્યા સહાયકોની ભરતી માટે શિક્ષણમંત્રીને રજૂઆત કરી

- Advertisement -
Share

3,300 ની ભરતી કર્યાં પછી અત્યારે વર્તમાન સમયમાં 16,000 શિક્ષકોની ઘટ છે અને ચાલુ વર્ષે નિવૃત્ત થયેલા શિક્ષકોની સાથે ફરીથી 19,000 જેટલી ઘટ ગુજરાત રાજ્યમાં છે

 

બનાસકાંઠાના શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાત રાજ્યમાં 19,000 શિક્ષકોની ઘટ છે. જે શિક્ષણમંત્રીએ વિધાનસભાના મંચ ઉપર સ્વીકારેલી છે. ત્યારબાદ 3,300 ની ભરતી કર્યાં પછી અત્યારે વર્તમાન સમયમાં 16,000 શિક્ષકોની ઘટ છે.
અને ચાલુ વર્ષે નિવૃત્ત થયેલા શિક્ષકોની સાથે ફરીથી 19,000 જેટલી ઘટ ગુજરાત રાજ્યમાં છે. જેમાંથી 10,000 પ્રવાસી શિક્ષકની ભરતી કરી પરંતુ જે પ્રવાસી શિક્ષકોની ભરતી કરી છે. તેને વર્તમાન સમયના મહેકમમાં ગણેલી નથી.

 

પ્રવાસી શિક્ષકોની જગ્યાઓ બાદ કરીને 8,000 થી 9,000 ની કુલ જગ્યા બતાવી તેમાંથી 60 ટકા મહેકમ મુજબ 5,360 ના મહેકમ સામે ભરતીની જગ્યાઓ મંજૂર કરેલી છે. જે ટેટ પાસ ઉમેદવારોને અન્યાય કર્તા છે.
(1) ટેટ બેરોજગાર ઉમેદવારોની લાગણીને ધ્યાનમાં રાખી તાત્કાલીક પ્રવાસી શિક્ષકોની જગ્યાને વર્તમાન મહેકમમાં ગણતરી કરી અને ત્યારબાદ કુલ ખાલી જગ્યાના 60 ટકા લેખે આર.ટી.ઇ. ના નિયમ મુજબ ભરતી કરવામાં આવે.

 

(2) ટેટ પાસ ઉમેદવારોની માર્કશીટની વેલિડીટી વધાર્યાં પછી ઉમેદવારોની સંખ્યા બમણી થઇ છે. વેલિડીટી વધારેલા ઉમેદવારોને રોજગારી ન મળે તો માર્કશીટની વેલિડીટી વધારવાનો કોઇ મતલબ નથી.

 

(3) દર વર્ષે ચાલુ ભરતીમાં ચાલુ નોકરીવાળા ઉમેદવારો રીપીટ થાય છે. જેના કારણે નવા ઉમેદવારોને રોજગારી મળતી નથી. જો ચાલુ નોકરીવાળા ઉમેદવારોને વર્તમાન ભરતીમાં રીપીટ કરી શકાય છે.
તો એક નવો નિયમ દાખલ કરી રીપીટ થતાં ઉમેદવારોની જગ્યા તે જ ભરતીમાં ખાલી બતાવી તેના ઉપર ભરતી કરી ઉમેદવારોને ન્યાય આપી શકાય છે. આ તમામ બાબતો શિક્ષણમંત્રી ધ્યાને લઇને સત્વરે કાર્યવાહી કરવા અપિલ કરાઇ છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!