એ.સી.બી. પોલીસે સફળ ટ્રેપથી 2 હોમગાર્ડઝ જવાનો લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યા

- Advertisement -
Share

પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ચેકપોસ્ટ નજીક એ.સી.બી. પોલીસે 2 હોમગાર્ડઝ જવાનો રૂ.1,800 લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા. જેમાં એક હોમગાર્ડઝ સભ્યના રૂ. 450 લેખે ચાર હોમગાર્ડઝ સભ્યોના રૂ.1,800 નક્કી કરાયા હતા. જેમાં ફરીયાદી આપવા માંગતા ન હોય જે બાબતે ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં એ.સી.બી. પોલીસે છટકું ગોઠવી લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, જાંબુઘોડા તાલુકામાં પંચમહાલ અને છોટાઉદેપુર જીલ્લાની પોલીસ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવે છે અને તેઓની સાથે અન્ય ત્રણ હોમગાર્ડઝ સભ્યો પણ ફરજ બજાવતાં હોય તેઓને નોકરી ફાળવવાના કામે બે હોમગાર્ડઝ જવાનોએ ખાખરીયા ચેકપોસ્ટ ફરજ બજાવતાં એક હોમગાર્ડઝ સભ્યના રૂ.450 લેખે ચાર હોમગાર્ડ સભ્યોના રૂ.1800 લઇને આપવાનું નક્કી કર્યું હતું. જેથી આરોપીએ આ અંગે ફરીયાદીને આરોપીના કહેવાથી મોબાઇલ ફોન ઉપર હકીકત જણાવી લાંચની રકમ રૂ.1800ની માંગણી કરી હતી.

[google_ad]

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આ અંગે ફરીયાદીએ એ.સી.બી. પોલીસનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેથી ફરીયાદના આધારે એ.સી.બી. પોલીસે લાંચનું છટકું ગોઠવી પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ચેકપોસ્ટ નજીક ઇન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડન્ટ જાંબુઘોડા યુનિટ રોહીતભાઇ મથુરભાઇ બારીયા અને હોમગાર્ડ જાંબુઘોડા યુનિટ ચીમનભાઇ શબુરભાઇ બારીયાની હાજરીમાં ફરીયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી રૂ.1800ની માંગણી કરી હતી.

[google_ad]

જેથી ટ્રેપ અધિકારી વડોદરા ફીલ્ડ એ.સી.બી. એસ.એસ.રાઠોડ અને સ્ટાફે છટકું ગોઠવી સ્વીકારી એકબીજાના મેળાપીપણામાં લાંચના છટકામાં 2 હોમગાર્ડઝ જવાનોને રંગેહાથ બુધવારે આબાદ ઝડપી પાડયા હતા. આ અંગે સુપર વિઝન અધિકારી મદદનીશ નિયામક વડોદરા એ.સી.બી. એકમ એસ.એસ.ગઢવી આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!