ડીસામાં વેપારીને ફોન કરી ધમકી આપનાર ધાનેરાના 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

2 શખ્સો અવાર-નવાર દારૂ પી ધમકીઓ આપતા હતા

 

ડીસાના રસાણા ગામમાં વેપારીને ફોન કરી વારંવાર ધાનેરાના 2 શખ્સો ધમકીઓ આપતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે વેપારીએ ધમકી આપનાર ધાનેરાના 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના અગ્રસેન નગરમાં રહેતાં હેમરાજજી અગ્રવાલ રસાણા નજીક દાળ મીલની ફેક્ટરી ધરાવે છે.
તેઓ રસાણામાં તેમની ફેક્ટરી પર હતા. તે સમયે તેમના દૂરના સબંધી અને ભાણેજ અનિલ અગ્રવાલનો ફોન આવ્યો હતો અને ફોન પર હેમરાજજીને જેમ તેમ અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી.
ત્યારબાદ મુકેશ સત્યનારાયણ મંગળ અગ્રવાલનો પણ ફોન આવ્યો હતો. તેણે પણ હેમરાજજીને અપશબ્દો બોલી ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી હતી.
જે અંગે વેપારી હેમરાજજીએ ડીસા તાલુકા પોલીસમાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ 2 શખ્સો અવાર-નવાર દારૂ પી લોકોને ફોન કરી હેરાન કરતાં હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
હેમરાજજીને ફોન પર ધમકી આપતાં હોવાની ઓડીયો ક્લિપ રજૂ કરી ફરિયાદ નોંધાવતાં ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!