ડીસામાં પીકઅપ જીપડાલાની ઉઠાંતરી થતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસાના ત્રણ હનુમાન રોડ પર આવેલ ખોડીયાર પાર્કમાં પીકઅપ જીપડાલાની કોઇ અજાણ્યા શખ્સે ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં વાહનોની ઉઠાંતરીની ગેગ સક્રીય થઇ હોય તેમ એક પછી એક વાહનોની ઉઠાંતરીની ઘટના સામે આવી રહી છે.

 

વાહનોની ચોરી થતાં પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે બનાસકાંઠાના વેપારી મથક ગણાતાં ડીસામાં એક પીકઅપ જીપડાલાની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઇ છે.

 

ડીસાના ત્રણ હનુમાન રોડ પર આવેલ ખોડીયાર પાર્કમાં રહેતાં કાજલબેન દિલીપકુમાર ઠક્કરની આખોલ ચાર રસ્તા નજીક બાલાજી સેલ્સ એજન્સી આવેલી છે.

 

જેમાં તેમનું પીકઅપ જીપડાલુ એજન્સીના કામમાં ઉપયોગ કરતા હતા અને તા. 12 ના રોજ તેમની એજન્સીમાં કામ કરતાં રાહુલભાઇ જોષી પીકઅપ જીપડાલુ લઇ કાજલબેન ઠક્કરના ઘરે પાર્ક કર્યું હતું.

 

જે બાદ તા. 13 મીએ વહેલી સવારે કાજલબેનના પતિ ઘરની બહાર નીકળતાં ઘરની આગળ પાર્ક કરેલ પીકઅપ જીપડાલુ જેનો નં. GJ-12-AZ-9802 વાળુ પાર્ક કરેલ જણાયું ન હતું. જે બાદ આજુબાજુમાં તપાસ કરતાં પીકઅપ જીપડાલુ મળી આવેલ નહીં.

 

જ્યારે પીકઅપ જીપડાલું જેની કિંમત રૂ. 3,00,000 ની કોઇ અજાણ્યા શખ્સે ચોરી કરી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ડીસા ઉત્તર પોલીસ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!