ભાભર – વાવ રોડ પર સરકારની ‘ખિલખિલાટ’ વાને બાઈકને ટક્કર મારી ફરાર : બાઈક સવાર માળી યુવકે ઘટના સ્થળે દમ તોડ્યો

- Advertisement -
Share

બનાસકાંઠામાં ભાભર – વાવ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં સરકારી હોસ્પિટલની ખિલખિલાટ વાનના ચાલકે બાઈક સવાર બે યુવકોને ટક્કર મારી ફરાર થઈ જતાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભાભર પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે જેમાં આજે ભાભર વાવ રોડ પર ખિલખિલાટ વાનના ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

 

 

 

ભાભર ખાતે મજૂરીકામ કરતાં મેઘરાજભાઈ માળી અને તેમના મિત્ર અનુપભાઈ માળી બાઈક લઈને પોતાના ગામ વાવ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવી રહેલી સરકારી હોસ્પિટલની ખિલખિલાટ વાન ના ચાલકે બાઇક સવાર યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

 

 

અકસ્માતમાં બાઈક ચાલક મેઘરાજભાઈ રોડ પર પટકાતા અને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

 

 

જ્યારે બાઇક સવાર તેમના મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો તેમજ ભાભર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી જ્યારે અકસ્માત બાદ ફરાર થઈ ગયેલ ખિલખિલાટ વાનના ચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!