એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : હેડ કોન્સ્ટેબલ અને જી.આર.ડી. જવાન લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

દારૂના ગુનામાં ઝડપાયેલી બાઇક છોડાવવા અભિપ્રાય આપવા માટે રૂ. 15,000 ની લાંચની માંગણી કરી હતી

 

વલસાડ જીલ્લાના પારડી પોલીસ દારૂના એક કેસમાં ઝડપેલું વાહન છોડાવવા માટે કોર્ટે પોલીસ અભિપ્રાય મંગાવ્યો હતો.

પારડી પોલીસમાં 10 દિવસ પહેલાં બદલી થઇને આવેલા હેડ કોન્સ્ટેબલે અભિપ્રાય આપવા માટે રૂ. 15,000 ની લાંચની માંગણી કરી હતી. તે લાંચ આપવા ફરિયાદી માંગતો ન હોવાથી એ.સી.બી. ની હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી.
તે કેસમાં નવસારી એ.સી.બી.ની ટીમે પારડી પોલીસ મથકના પહેલાં માળે લાંચનું છટકું ગોઠવી પારડી પોલીસના એચ.સી. અને જી.આર.ડી. જવાનને રૂ. 6,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, આ કામના ફરિયાદીના મિત્રની મોપેડ દારૂના ગુનાના કામે પારડી પોલીસે ઝડપી પાડી હતી. વાહનને પારડી પોલીસ મથકે ડીટેઇન કરીને રાખવામાં આવ્યું હતું.
જે મોપેડ છોડવા બાબતે નામદાર કોર્ટે પારડી પોલીસનો અભિપ્રાય મંગાવ્યો હતો. તે કેસમાં મોપેડ છોડાવવા માટે મોપેડ ચાલકે પારડી પોલીસના હેડ કોન્સ્ટેબલ ગૌરવભાઇ રમેશભાઇ ડાભી પાસે જઇને
મોપેડ છોડાવવા અભિપ્રાય લખી આપવા જણાવ્યું હતું. ગૌરવ ડાભીએ જી.આર.ડી. જવાન પ્રદીપ મોહનભાઇ પટેલને જણાવી મોપેડ છોડાવવા માટે અભિપ્રાય લખી આપવા માટે રૂ. 15,000 ની માંગણી કરી હતી.
તે કેસમાં મોપેડ ચાલક પોલીસ જવાનને લાંચ આપવા માંગતો ન હોવાથી તેના મિત્રને ઘટનાની જાણ કરતાં એ.સી.બી. ની હેલ્પલાઇન નંબર ઉપર પારડી પોલીસ મથકના એચ.સી. અને જી.આર.ડી. જવાન
લાંચ માંગતાં હોવાની ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. તે કેસ નવસારી એ.સી.બી. ની ટીમ પાસે આવતાં નવસારી એ.સી.બી.ની ટીમે મોપેડ ચાલક અને ફરિયાદીને સાથે રાખીને લાંચનું છટકું ગોઠવ્યું હતું.
જેમાં પારડી પોલીસ મથક ઉપર પહેલાં માળે હેડ કોન્સ્ટેબલ ગૌરવ ડાભી અને જી.આર.ડી. જવાન પ્રદીપ પટેલે લાંચની રકમ સ્વીકારતાં એ.સી.બી. ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
એ.સી.બી.ની ટીમે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી પી.એસ.આઇ. પલાસ અને તેમની ટીમે ટ્રેપ સફળ કરી લાંચીયા પોલીસ જવાન અને જી.આર.ડી. જવાનને રંગેહાથ ઝડપી પાડયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!