થરાદ ફાયર-ફાઇટર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો
થરાદના નાગલા ગામની સીમમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં શુક્રવારે એક યુવતીનો તરતો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.
જયારે કોઇ સ્થાનિકની નજરે આવતાં થરાદ નગરપાલિકા ફાયર-ફાઇટર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
યુવતીના મળી આવેલા મૃતદેહ બાબતે કોઇ ભાળ નહી મળતાં તેને બિનવારસી જાહેર કરી મૃતક યુવતીના ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ કર્યાં હતા.
જેથી યુવતીના પરિવાર સુધી જાણ થાય. હાલમાં તેણીની કોઇ ઓળખ થઇ નથી. જેથી યુવતીએ આત્મહત્યા કરી કે પછી હત્યા તેનું કારણ અકબંધ છે.
From-Banaskantha update