ડીસાના માલગઢ નજીક ત્રિપલ અકસ્માતમાં સર્જાતાં એક યુવક ગંભીર : રીક્ષા ચાલકનો આબાદ બચાવ

- Advertisement -
Share

બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

 

ડીસા-ભીલડી નેશનલ હાઇવે પર સોમવારે માલગઢના પાટીયા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જયારે રોંગ સાઇડમાં આવી રહેલા ડમ્પર ચાલકે બાઇક અને રીક્ષાને અડફેટે લેતાં ત્રિપલ અકસ્માત
સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા-ભીલડી નેશનલ હાઇવે પર માલગઢના પાટીયા નજીક એક બેફામ ડમ્પર ચાલકે રીક્ષા અને બાઇકને અડફેટે લેતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં રીક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પાટણના રહેવાસી બાઇક ચાલક રાજુભાઇ રાજપૂત રોડ પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ બનાવને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

 

પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્તની હાલત વધુ નાજુક હોવાથી વધુ સારવાર અર્થે તેને પાલનપુર રીફર કર્યો હતો. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોના અને વાહન ચાલકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
જયારે નિર્દોષ વ્યક્તિને અડફેટે લઇ ઇજાઓ પહોંચાડનાર બેફામ ડમ્પર ચાલક સામે ભારે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

 

 

From-Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!