ડીસામાં હંગામી કર્મચારીઓને ફીક્સ પગાર અને કાયમી કરવાની માંગ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

જો 5 દિવસમાં ન્યાય નહીં મળે તો હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી છે

 

ડીસા નગરપાલિકાના હંગામી કર્મચારીઓને હવે ફીક્સ પગાર આપવા અને કાયમી કરવાની માંગ છે. ત્યારે શુક્રવારે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અને જો 5 દિવસમાં ન્યાય નહીં મળે તો હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી છે.

ડીસા નગરપાલિકામાં 10 વર્ષથી રોજમદાર તરીકે કામ કરતાં હંગામી કર્મચારીઓને 2 વર્ષ અગાઉ હાઇકોર્ટે કાયમી કરવા માટે આદેશ આપ્યો હોવા છતાં પણ નગરપાલિકાએ પાણી પુરવઠા વિભાગના
રોજમદારોની ભરતી કરી નથી અને તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે. મોંઘવારીના સમયમાં ઓછા પગારમાં પાણી પુરવઠા વિભાગના હંગામી કર્મચારીઓને તેમના પરિવારનો ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
ત્યારે શુક્રવારે આ કર્મચારીઓએ તેમને ફીક્સ પગાર અને કાયમી કરવાની માંગ સાથે નાયબ કલેકટર યુ.એસ. શુક્લને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જો 5 દિવસમાં સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!