અમીરગઢના વિરમપુર પાસે જંગલની ઝાડીમાં મોડી રાત્રે લાગી આગ

- Advertisement -
Share

અમીરગઢના વિરમપુર પાસે ગત મોડી રાત્રે જંગલની ઝાડીમાં આગ લાગી હતી. મોડી રાત્રે ચાલીમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક ધોરણે પાલનપુર પાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા પાલનપુર પાલિકાના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં જંગલ વિસ્તારના ઝાડી વિસ્તારમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. અમીરગઢના વિરમપુર પાસે આવેલ જંગલની ઝાડીમાં ગત મોડીરાત્રે અચાનક આગ લાગી હતી.

 

જંગલની ઝાડીમાં અચાનક આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમને જાણ કરાતા પાલનપુર પાલિકાના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કલાકોની જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!