ડીસામાં સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવકને ડીસા કોર્ટમાં રજૂ કર્યો

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસે હીન્દુ સગીરાને ભગાડી જનારને ગણતરીના દબોચ્યો : ડીસાની નામદાર કોર્ટે સોયબ સિંધીના 1 દિવસના રીમાન્ડ આપ્યા

 

ડીસામાં તાજેતરમાં જ હીન્દુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા લવ જેહાદમાં ફસાવી તેના પરિવારને ધર્માંતરણ કરવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો.
ત્યારે ફરીથી વિધર્મી યુવક દ્વારા હીન્દુ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ કરી હોવાની બાબત સામે આવતાં પોલીસે તાત્કાલીક આરોપીને ઝડપી ડીસા કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી 1 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂનાડીસા રોડ પર ગંગાજી વ્હોળામાં રહેતાં શ્રમિક પરિવારની સગીરા રસોઇ ગૃપમાં કામ કરતી હતી.

 

જેમાં તેણીનો પરિચય વેઇટર તરીકે પીરસવાના કામમાં આવતાં સોયબ સુમરાભાઇ સિંધી (રહે. વિરમપુર, તા. અમીરગઢ, જી. બનાસકાંઠા) સાથે થયો હતો.

 

બંને જણા કેટરીંગ વ્યવસાયમાં સાથે મજૂરી કરતાં હોય સોયેબે લગ્નની લાલચ આપી તેને મોબાઇલ લઇ આપી instagram પર ચેટ અને વાતચીત કરતાં શિખવાડી દીધું હતું.

 

ત્યારબાદ તા. 10 સપ્ટેમ્બરના રોજ સોયેબે સગીરાને ભગાડીને લઇ ગયો હતો. જે બાબત તેના પરિવારજનોને જાણ થતાં તેઓએ તાત્કાલીક ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયાનો સંપર્ક કરતાં
ધારાસભ્યે જીલ્લા પોલીસ અધિક્ષક અને ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બંનેની તાત્કાલીક શોધખોળ હાથ ધરી હતી.

 

જેમાં માત્ર 4 જ કલાકના સમયમાં પોલીસે બંને જણાને ઝડપી પાડયા હતા. પોલીસે સગીરાને પૂછપરછ કરતાં યુવકે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ કર્યું હોવાની કબૂલાત કરી હતી.

 

જેથી પોલીસે શોયેબ સામે ઇ.પી.કો. કલમ-363, 366, 376 (2) એન અને પોકસો કલમ-4,6 મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી તેનો કોવિડ રીપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સગીરાને તેના પરિવારજનોને સોંપી હતી.
ડીસા તાલુકા પોલીસે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ આચરનાર આરોપીને ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી પોકસો કોર્ટના જજ ભટ્ટે 1 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!