થરાદના રાણેશરીમાં ગોગા મહારાજ અને મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

- Advertisement -
Share

રૂ. 1,00,000 થી વધુ રોકડ સહીત મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર

 

થરાદ શહેર સહીત સરહદી વિસ્તારોમાં ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના રાણેશરી ગામમાં આવેલા મેલડી માતાજી અને ગોગ મહારાજના મંદિરમાં સોમવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.

રાણેશરી ગામમાં મેલડી માતાજીના મંદિર અને ગોગ મહારાજના મંદિરે ચોરી કરી હતી. જેમાં મેલડી માતાજીની મૂર્તિ ચાંદી-1 કિલો, ચાંદીના ઝૂમર-7નંગ, ચાંદી ચતર નંગ-7, ચાંદીનું પારણું, ગોગાની

પંચધાતુ મૂર્તિ મળી સોના-ચાંદીની મૂર્તિઓ અને દાન પેટી સહીત આશરે કુલ રોકડ રકમ સહીત રૂ. 1,00,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઇ ગયા હતા. દાન પેટીમાંથી રોકડ લઇ તેને મંદિરની બાજુ આવેલ ખેતરમાં ફેંકી હતી.
સરહદી વિસ્તારમાં ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે થરાદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રાણેશરી ગામમાં ચોરી થતાં થરાદ પોલીસને જાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!