પાણીમાં ,જમીનમાં દાટીને અને અગ્નિ સંસ્કાર દ્વારા કરી શકાય છે તિરંગા નું વિસર્જન

- Advertisement -
Share

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હર ઘર તિરંગા અભિયાન બાદ સુરતના બાર વર્ષના બાળકે તિરંગાનું આન,બાન અને સન્માન જળવાઈ રહે તેની માટે કેવી અનોખી પહેલ કરી જોઈએ વિષેસ અહેવાલમાં ….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક અવાજ પર લોકો એ ઘરે ઘરે ,દુકાને, ઓફિસે અને પોતાના વહાનો ઉપર તિરંગા તો લગાવ્યા પરંતુ ત્યારબાદ આ તિરંગાઓ અનેક જગ્યાએ રખડતા રજડતા પણ નજરે આવી રહ્યા છે, ત્યારે સુરતના 12 વર્ષના બાળકે આવા તિરંગા ઓ એકઠા કરી તેનું આદર્શ આચારસંહિતા મુજબ વિસર્જન કરી રહ્યો છે, અને લોકોને સમજવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે, જ્યાં રોડ ઉપર કે ખુલ્લી જગ્યા ઉપરથી તિરંગાઓ એકત્ર કરી રહેલ આ બાળકનું નામ છે પ્રથમ મહેતા, અને તેની ઉંમર છે માત્ર 12 વર્ષ. જ્યાં ધોરણ છ માં અભ્યાસ કરતો 12 વર્ષનો પ્રથમ મહેતા નાની ઉંમરમાં જ ખૂબ જ મોટું કાર્ય અને મોટી સમજ આજે લોકોને આપી રહ્યો છે. ત્યારે 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વ પર આ વર્ષે પ્રધાનમંત્રી ના એક આહવાન પર લોકોએ ઘરે-ઘરે, ઓફિસે ,દુકાને, લારી ગલ્લા, પવિત્ર ધર્મિક સ્થળો દરગાહ મંદિરો જેવી તમામ જગ્યાઓ પર તિરંગાઓ લહેરાવ્યા અને દેશભક્તિમાં જોડાયા. પરંતુ સ્વાતંત્ર્ય પર્વ બાદ આ જ તિરંગાઓ અનેક જગ્યાઓ પર ,રસ્તા ઉપર રખડતા રઝળતા જોવા મળ્યા. અને ત્યારે 12 વર્ષના આ બાળકનું હૃદય તિરંગાની આ સ્થિતિ જોઈને દ્રવી ઉઠ્યું. જ્યાં ૧૨ વર્ષનો પ્રથમ શાળાએથી પરત આવી તેની માતા સેજલબેને એકદમ સહજ અને નિખાલસ ભાવે તિરંગા ની આ સ્થિતિ વિશે જણાવ્યું જ્યાં માતા એ પણ પોતાના બાળકના આવા સવાલથી માતાએ પણ આ તિરંગા નું માન,સન્માન કઈ રીતે જળવાઈ રહે તેની સમજણ આપી અને તિરંગાનું વિસર્જન કઈ રીતે થાય તે સમજાવ્યું.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!