ડીસામાં તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂતોની બેઠક યોજાઇ : ધરણાં બાદ પણ રજૂઆતનો ઉકેલ ન આવતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂકયો

- Advertisement -
Share

ખેડૂતોની વાત નહીં સાંભળે તો સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહે : કિસાન સંઘ

 

ખેડૂતોની માંગણીને લઇ ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં 5 દિવસથી ચાલી રહેલા ધરણાં બાદ પણ સરકાર કોઇ રજૂઆત સાંભળતી ન હોય કિસાન સંઘ દ્વારા તાલુકે તાલુકે કાર્યક્રમો કરી સરકારને
ગંભીર ચેતવણી અપાઇ છે. જેમાં મંગળવારે ડીસા તાલુકા સંઘ દ્વારા પણ સરકાર તેમની રજૂઆત નહીં સાંભળે તો દૂધ અને શાકભાજીનું વિતરણ બંધ કરી દેવાની ચિમકી ઉચ્ચારી છે.

ભારતીય કિસાન સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પ્રશ્ને સરકાર સમક્ષ રજૂઆતો કરાઇ છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર બની તેના અગાઉ સરકાર બને તો ખેડૂતોની આવક બમણી કરી આપવાનું વચન આપ્યું હતું.

પરંતુ અત્યારે ખેડૂત હતો તેનાથી પણ વધુ દેવાદાર બની ગયો છે. સરકારે ડીઝલ, ખાતર, દવાઓ અને બિયારણો સહીતની ચીજ વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો કરી દેતાં ખેતી કરવી દુષ્કર બની ગઇ છે.
જ્યારે મીટર આધારીત પાણી વિતરણ વ્યવસ્થાથી ખેડૂતોને સિંચાઇ કરવી ખૂબ જ મોંઘી પડી રહી છે. આ તમામ પ્રશ્નોને લઇ ભારતીય કિસાન સંઘના ટોચના નેતાઓ છેલ્લા 5 દિવસથી ગાંધીનગરમાં ધરણાં પર ઉતર્યાં છે તેમના સમર્થનમાં ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકે તાલુકે કાર્યક્રમ યોજાયા હતા.

 

જેમાં મંગળવારે ડીસા તાલુકા કિસાન સંઘ દ્વારા રાણપુર રોડ પર આવેલ સોમનાથ કોલ્ડ સ્ટોરેજમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં પોતાનો બળાપો વ્યક્ત કરી ભાજપ સરકારને કિસાનોએ બેસાડી છે.
ત્યારે હવે સરકાર કિસાનોની વાત સાંભળવા તૈયાર નથી અને ખેડૂતોના પ્રશ્નોનું કોઇપણ નિવારણ લાવતી નથી. જેથી આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને ગામડામાંથી શહેરોમાં આવતાં દૂધ, શાકભાજી અને અનાજ પણ બંધ કરી દેવામાં આવશે તેવી ચિમકી ખેડૂત આગેવાનોએ ઉચ્ચારી હતી.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!