અમીરગઢ નજીક બનાસ નદીમાં મગર આવતાં લોકોમાં ભય ફેલાયો

- Advertisement -
Share

વન વિભાગના કર્મચારીઓ નદી પર પહોંચતા મગર પાણીમાં ગરકાવ થયો

 

અમીરગઢ નજીક વહેતી બનાસ નદીમાં મગર દેખાતાં લોકોમાં ભય ફેલાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજસ્થાનમાંથી મગર તણાઇ આવ્યો હોય તેવું લોકોનું માનવું છે.
અમીરગઢના જૂની રોહ નજીક સોમવારે વહેલી સવારે ત્યાંથી પસાર થતાં લોકોને નદીમાં મગર નજરે પડતાં વહીવટી તંત્રને જાણ કરી હતી.

બનાસકાંઠા જીલ્લા સહીત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદી 2 કાંઠે વહેતી થઇ હતી. જેમાં બનાસ નદીના પાણીમાં સદંતર વધારો થતો જોવા મળતો હતો. જેને લઇ દાંતીવાડા ડેમ ભરાતાં તેના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા.
જોકે, રાજસ્થાન તરફથી નીકળતી બનાસ નદીમાં અમીરગઢના જૂની રોહ નજીક એક મગર નદીમાં જોવા મળતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી હતા. સ્થાનિક લોકોએ વન વિભાગના કર્મચારીઓને જાણ કરી હતી.
વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, તે સમયે મગર બનાસ નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ બનાસ નદીમાં ન ઉતરવા માટે વહીવટી તંત્રએ સુચનાઓ આપવામાં આવેલી છે.
તેમ છતાં મોટી સંખ્યામાં લોકો બનાસ નદીમાં ન્હાવા પડી રહ્યા છે. જોકે, આ મગર અમીરગઢ નજીક જૂની રોહ નજીક બનાસ નદીમાં જોવા મળતાં સાવચેતીના ભાગરૂપે તંત્ર સાબદું બને તે લોકહીતમાં છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!