ડીસામાં નદીને લઇ મોતના સિલસિલાને અટકાવવા તંત્રની ખાસ બેઠક, 4 દિવસમાં 6 લોકોના મોત

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમમાંથી બનાસનદીમાં ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવેલ છે. બનાસનદીમાં પાણી આવવાથી લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી રહ્યા છે.

 

લોકો નદીમાં નાહવા પડવાથી 4 દિવસમાં 6 લોકો બનાસનદીમાં ડુબવાથી મોત થયા છે. લોકોની બેદરકારીના કારણે બનાસનદીમાં નાહવા પડવાથી મોત થઈ રહ્યા છે. ત્યારે આજે નદીમાં નાહવા પડવાથી મોતના સિલસિલાને અટકાવવા તંત્રની ખાસ બેઠક યોજાઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં આવેલ જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીનો ભારે વરસાદનો આવરો થયો હતો. જેના કારણે બનાસનદીમાં દાંતીવાડા ડેમમાંથી 4 દરવાજા મારફતે પાણીનો છોડાયું હતું.
બનાસનદીમાં પાણી છોડવાના કારણે લોકો મોટી સંખ્યામાં બનાસનદીમાં પાણી જોવા માટે આવે છે. તેમજ તંત્ર દ્વારા બનાસનદીમાં તેમજ પાણીમાં નાહવા તેમજ નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. છતાં પણ લોકોની બેદરકારીના કારણે લોકો નદીમાં નાહવા પડવાથી લોકો ડૂબી અને મોતને ભેટી રહ્યા છે.
છેલ્લા 4 દિવસમાં 6 લોકોના નદીમાં ડુબવાથી મોત થયા છે. નદીમાં પડવાથી મોતના સિલસિલાને અટકાવવા તંત્રની ખાસ બેઠક યોજાઈ હતી. ડીસા મામલતદાર કચેરી ખાતે સરપંચો, ‌તલાટીઓ અને મહેસૂલ કર્મચારીઓ બેઠક યોજાઈ જેમાં બનાસ નદીમાં ન્હાવા પડતાં લોકોને અટકાવવા માટે એક ખાસ બેઠક યોજાઈ હતી.
મામલતદારે બેઠકમાં તલાટીઓ અને સરપંચોને નદી કાંઠે પાણીનાં પ્રવાહમાં જતાં લોકોને અટકાવવા કડક પગલાં લેવા આદેશ કર્યા છે. તેમજ ડીસા મામલતદારે બનાસ નદી કાંઠે લોકોને ન જવા જાહેર જનતાને અપીલ કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!