બનાસકાંઠાની એલ.સી.બી. પોલીસે ચોરીના ગુનામાં 1 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો

- Advertisement -
Share

પાટણના ખેરાલુ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં આરોપી નાસતો-ફરતો હતો

 

બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી. પોલીસે પાટણના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને દાંતીવાડા-વાઘરોલ ચોકડી નજીકથી ઝડપી પાડયો છે. એલ.સી.બી. પોલીસે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, પાટણ જીલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં 1 વર્ષથી નાસતા-ફરતા આરોપીને બનાસકાંઠા પોલીસે ઝડપી પાડયો છે.

 

એલ.સી.બી. પોલીસ સ્ટાફ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે મળેલી બાતમીના આધારે વાઘરોલ ચાર રસ્તા નજીક ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતા-ફરતા
આરોપી રાજુજી ઠાકોર (ઉં.વ.આ. 39) (રહે. સિદ્ધપુર) વાળાને સી.આર.પી.સી. કલમ મુજબ ઝડપી પાડી દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!