ડીસાના જૂનાડીસામાં સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી જતાં ચકચાર

- Advertisement -
Share

સગીર દીકરી કુદરતી હાજતે જવાનું કહી બહાર નીકળી હતી

 

ડીસાના જૂનાડીસામાં હાલ રહેતાં અને ખેતી કામ કરતાં ખેડૂતની સગીર દીકરીને અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે સગીરાના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ભદ્રામલી નજીક આવેલા નકાતપુરામાં રહેતાં અને હાલ જૂનાડીસામાં ખેતી કરતાં ખેડૂત ગત તા. 21/08/2022 ના રોજ જમીને પરિવાર સાથે બેઠા હતા.

 

તે દરમિયાન તેમની સગીર દીકરી કુદરતી હાજતે જવાનું કહી બહાર નીકળી હતી અને મોડે સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.

 

તેમ છતાં આજુબાજુમાં તપાસ કરતાં તેનો કોઇ જ અત્તો-પત્તો લાગ્યો નથી. જેથી તેમની સગીર દીકરીને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ફરાર થઇ ગયો છે.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!