દાંતીવાડા ડેમ 5 વર્ષ બાદ છલકાતાં ખેડૂતોમાં ખુશીની લહેર : ડેમનો એક દરવાજો ખોલાતાં જોવા માટે લોકો ઉમટ્યા

- Advertisement -
Share

ડેમનું લેવલ 600 ફૂટે પહોંચતાં એક દરવાજો ખોલાયો

 

બનાસકાંઠા જીલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 2015 અને 2017 બાદ પ્રથમવાર છલોછલ ભરાતાં દાંતીવાડા ડેમના દરવાજા 5 વર્ષ બાદ ખોલવામાં આવ્યા છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે
દાંતીવાડા ડેમમાં અવિરતપણે પાણીની આવકને ચાલુ થતાં દાંતીવાડા ડેમ છલોછલ ભર્યો છે. ડેમનો એક દરવાજા ખોલતાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
હવામાન વિભાગની આગાહી ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદની પડતાં બનાસ નદી ગાડીતૂર બની હતી. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે બનાસ નદી 2 કાંઠે વહેવા લાગી હતી.
જેને લઇ દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ થતાં દાંતીવાડા ડેમનું લેવલ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
જેના કારણે બુધવારે દાંતીવાડા ડેમનું લેવલ 600 ફૂટે પહોંચતાં ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!