ડીસામાં કારની ઉઠાંતરી કરી ભાગતા જતાં શખ્સને અકસ્માત નડયો : સારવાર કરાવવા જતાં શખ્સ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો

- Advertisement -
Share

સ્થાનિક લોકોએ સામાન્ય કાર ચાલક સમજી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો

 

ડીસામાં જલારામ મંદિર નજીકથી કારની ઉઠાંતરી થઇ હોવાની ઘટના સામે આવી છે. ચોરી ભાગવા જતાં રસ્તામાં ગાય આવી જતાં કાર ચોરને અકસ્માત નડયો હતો.
આ બનાવને પગલે સ્થાનિક લોકોએ સામાન્ય કાર ચાલક સમજી સારવાર અર્થે ખસેડયો હતો. જોકે, સારવાર બાદ ચોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં જલારામ મંદિર નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલ આગળ પાર્ક કરેલી ઇકો કારની ચોરી થઇ હતી.
અજાણ્યો શખ્સ કાર ચોરીને રાધનપુર હાઇવે તરફ ભાગવા જતાં ખીમાણા નજીક રસ્તામાં ગાય આવી જતાં અકસ્માત સર્જાયો હતો
જયારે અકસ્માત થતાં કાર ફંગોળાઇને રોડની સાઇડમાં પલ્ટી ખાઇ ગઇ હતી.આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને સામાન્ય કાર ચાલક સમજીને ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો.
જોકે, સારવાર બાદ ચોર ત્યાંથી મલુકપુરનો જવાનું ચોર મલુકપુર જવાનું કહી ફરાર થઇ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર માટે જતો ચોર સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો હતો. આ અંગે ડીસા પોલીસે શખ્સને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!