ડીસાના કુચાવાડા પાસે કાર અને રિક્ષા સામસામે ટકરાતાં રિક્ષામાં બેઠેલા એક શખ્સનું મોત

- Advertisement -
Share

ડીસાના કુચાવાડા રોડ પર આજે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં કાર અને રિક્ષા સામ-સામે ટકરાયા હતા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક યુવકનું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા પાસે આવેલા કુચાવાડા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
કાર અને રિક્ષા સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા દેવજીભાઈ પરમારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડાઈ હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!