અમીરગઢના આવલમાં 12 ફૂટ લાંબો અજગર આવતાં ફોરેસ્ટ વિભાગે રેસ્કયુ કરી ઝડપ્યો

- Advertisement -
Share

ગામમાં અજગર દેખાતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા

 

અમીરગઢ તાલુકાના આવલ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં સોમવારે અજગર દેખાતાં અફડા-તફડીનો માહોલ સર્જાયો છે. ખેતરના માલિક ખેતરમાં દવાનો છંટકાવ કરવા જતાં ખેતરમાં 12 ફૂટ જેટલો
અજગર જોઇ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલીક ફોરેસ્ટ અધિકારીને જાણ કરાઇ હતી. ફોરેસ્ટ અધિકારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ અજગરને ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના અમીરગઢના આવલ ગામમાં ખેતરમાં અજગર દેખાતાં દોડધામ મચી ગઇ હતી. હનમાનસિંહ પોતાના ખેતરમાં પાક પર દવા છાંટવા ગયા હતા.
ત્યારે અંદાજે 12 ફૂટ જેટલો અજગર દેખાયો હતો. જેથી હનમાનસિંહે તાત્કાલીક અમીરગઢ રેન્જના ફોરેસ્ટ ઓફીસરને જાણ કરી હતી. ફોરેસ્ટ અધિકારીઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા.
ફોરેસ્ટ અધિકારીઓએ અજગરને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. અજગરના પેટમાં કશું શિકાર કરેલું હોય તેવું લાગી આવ્યું હતું.
ફોરેસ્ટ અધિકારીઓ અને ગામના સ્થાનિક લોકોએ અજગરને ભારે જહેમત બાદ ઝડપી પાડયો હતો. ફોરેસ્ટ અધિકારીઓ અજગરને લઇ જઇ સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!