ડીસાના ચોરા નજીક ગાડી ચાલકે અડફેટે લેતાં 2 ખેડૂતોના મોત

- Advertisement -
Share

કરીયાણાની દુકાને માલ-સામાન લઇ પરત જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો : ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા

 

ડીસાના ચોરા બસ સ્ટેશન નજીક બુધવારે બોલેરો ચાલકે 2 ખેડૂતોને અડફેટે લેતાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલ એક આધેડ ખેડૂતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું. જયારે અન્ય એક ખેડૂતનું ગુરૂવારે સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ચોરા (પરબડી) ગામના હરજીભાઇ પુનમાભાઇ રબારી અને બાબુભાઇ કરશનભાઇ પ્રજાપતિ બુધવારે રાધણ છઠ્ઠ હોઇ બસ સ્ટેશન ઉપર આવેલ કરીયાણાની દુકાને
માલ-સામાન લઇ પરત જઇ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટઝડપે આવી રહેલ બોલેરો ચાલકે બંને વ્યક્તિઓને અડફેટે લઇ નાસી છૂટયો હતો.

અકસ્માતની જાણ થતાં જ આજુબાજુમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. હરજીભાઇ રબારીને ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું.
જયારે બાબુભાઇ પ્રજાપતિને 108 એમ્બ્યુલન્સ વાનમાં ડીસાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેઓનું ગુરૂવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 

જન્માષ્ટમીના તહેવારના 2 દિવસ અગાઉ જ એક જ ગામના 2 વ્યક્તિના અકસ્માતથી મોત થતાં પરિવાર સહીત ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.
આ અંગેની જાણ આગથળા પોલીસને થતાં તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશનું પી.એમ. કરાવી વાલી વારસોને સુપ્રત કરી હતી. આ અંગે આગથળા પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!