ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે રખડતા ઢોર પર કાબુ મેળવો

- Advertisement -
Share

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને સામાન્ય માણસને આ ત્રાસનો ભોગ બનવું પડે છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રખડતા ઢોરે અડફેટે લીધા હતા અને તેને પગમાં ઇજા થઇ હતી જો કે સદ્દનસીબે કોઈ મોટી જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

હજુ નાયબ મુખ્યમંત્રીનો મામલો શાંત ન પડે ત્યાં જ મુખ્યમંત્રીના કાફલામાં પણ રખડતા ઢોર ઘુસી ગયા હતા. આ બંને ઘટના બનતા ગઈકાલે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં રખડતા ઢોરને નિયંત્રણમાં રાખવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં રખડતા ઢોરના કારણે ગુજરાતમાં 158 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ગુજરાત સરકારના મંત્રીઓ અને નેતાઓને તકલીફ થાય એટલે તાત્કાલિક નિર્ણય લેવાની સૂચના આપવામાં આવે છે જયારે સામાન્ય નાગરિક આ સમસ્યાથી કેટલા સમય થયા છતાં પણ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. ગઈકાલે યોજાયેલી બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ટકોર કરવામાં આવી હતી.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!