ડીસાના બનાસપુલ પર બે બાઈકસવારને અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર

- Advertisement -
Share

ડીસામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બનાસપુલ પરથી પસાર થઈ રહેલા બાઈક સવાર બે યુવકોને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા.

ડીસાથી અજિત ઠાકોર અને સોનુ બિહારી નામના બે યુવકો બાઈક પર ભીલડી તરફ જઈ રહ્યા હતા. તે સમયે બનાસપુલ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અજાણ્યો વાહન ચાલક બાઈક પર સવાર યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં બાઈક પર સવાર બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતના પગલે આજુબાજુ માંથી પસાર થતા વાહન ચાલકો ત્યાં ઊભા રહી આ બંને યુવકોને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. જે બાદ ગંભીર રીતે ઈચ્છા ગ્રસ્ત યુવકોને બચાવવા માટે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે હતા. ઉલ્લેખનીય છે કે ડીસામાં 24 કલાકમાં બે હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક આધેડનું મોત થયું છે અને બે યુવકોને ગંભીર ઈજા પહોંચી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!