ડીસાના આસેડા નજીક 2 બાઇક સામસામે ટકરાતાં 1 યુવકનું મોત : 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

- Advertisement -
Share

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા : ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા

 

ડીસા તાલુકાના આસેડા ગામ નજીક શુક્રવારે 2 બાઇક સામસામે ટકરાતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. દાંતીવાડા ડેમ જોઇને પરત ફરી રહેલા 2 મિત્રોને અકસ્માત નડતાં 1 યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય બાઇક સવાર 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના સમૌ ગામમાં રહેતાં સિંધુભા જાદવ તેમના મિત્ર સાથે શુક્રવારે બાઇક પર દાંતીવાડા ડેમ જોવા માટે ગયા હતા. દાંતીવાડા ડેમ જોઇને પરત ફરી રહ્યા હતા.

તે દરમિયાન આસેડા ગામ નજીક હાઇવે પર સામેથી પૂરપાટઝડપે આવી રહેલા બાઇક સામસામે ધડાકાભેર ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઇક પરથી રોડ પર પટકાતાં સિંધુભા જાદવને માથા અને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું.

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જયારે બાઇક પર અન્ય 3 વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં ખાનગી એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં
ખસેડયા હતા. જયારે આ બનાવથી સમૌ ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જયારે યુવકના મોતથી પરિવારજનોમાં કાલીમાં પ્રસરી ગઇ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!