ડીસામાં ભારે વરસાદને પગલે સદરપુરના વ્હોળાનું પાણી બનાસ નદીમાં આવતાં ગ્રામજનોમાં ખુશીની લહેર

- Advertisement -
Share

લીઝ ધારકોએ તાત્કાલીક મશીનો બહાર કાઢ્યા : બનાસ નદીમાં પાણી આવતાં આજુબાજુના લોકો હરખાયા

 

ડીસા તાલુકાના સદરપુર ગામ નજીક બનાસ નદીમાં પાણી આવ્યું હતું. ભારે વરસાદને પગલે સદરપુર ગામના વ્હોળાનું પાણી નદીમાં આવતાં નદી જીવંત જેવી બની ગઇ હતી. પાણી આવતાં જ લીઝ ધારકોએ તાત્કાલીક મશીનો નદીમાંથી બહાર કાઢવા પડયા હતા.
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ડીસા અને આજુબાજુના ગ્રામિણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.
જેને પગલે સદરપુર ગામ નજીક બનાસ નદીમાં પાણી આવ્યું હતું. સદરપુર ગામમાં સતત ધોધમાર વરસાદથી ગામનું પાણી વ્હોળામાં થઇ નદીમાં આવ્યું હતું.
કોરી કટ બનાસ નદીમાં અચાનક પાણી આવતાં જ લીઝ ધારકોએ તેમના મશીનો તાત્કાલીક બહાર કાઢવાની ફરજ પડી હતી.

ત્યારે બીજી તરફ સૂકી ભઠ્ઠ બનાસ નદીમાં પાણી આવતાં આજુબાજુના લોકો હરખાયા હતા અને હજુ પણ સતત વરસાદ વરસતો રહે અને બનાસ નદી ફરી જીવંત થાય તેવું આજુબાજુના ખેડૂતો અને ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!