ભાભરના હીરપુરામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા : પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવકના મૃતદેહને ભાભર સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો

 

ભાભરના હીરપુરા ગામમાં શનિવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
જયારે તાત્કાલીક પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં શનિવારે એક 40 વર્ષિય યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના હીરપુરા ગામમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. તાત્કાલીક ભાભર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવકના મૃતદેહને ભાભર સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો.

જયારે સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યુવક જયંતિજી વાલાજી (રહે.બંધવડ) હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ભાભર પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!