અમેરિકામાં નોકરીની લાલચ આપી પાલનપુરના એકાઉન્ટન્ટ પાસેથી 1 લાખ ખંખેર્યા

- Advertisement -
Share

પાલનપુરમાં રીટર્ન ફાઇલ એકાઉન્ટન્ટ યુવકને મુળ પાલનપુર અને હાલ મહેસાણાના નંદાસણના શખ્સે અમેરિકાના સિકાગો શહેરમાં દારૂના સ્ટોલે નોકરી રાખવાની લાલચ આપી રૂપિયા 1 લાખ લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં તેણે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

પાલનપુર કમાલપુરા વિસ્તારમાં રહેતા અને ઘરે બેસી રીટન ફાઇલ એકાઉન્ટન્ટની કામગીરી કરતાં વિરેન ધમેન્દ્રભાઇ સોની (ઉ.વ.32)નો ભેટારો તારીખ 22 ઓકટોબર 2021ના રોજ મુળ પાલનપુર રામજીમંદિર પથ્થર સડક વિસ્તારના અને હાલ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણમાં રહેતા ઉમંગભાઇ કાંતિભાઇ પટેલ સાથે થયો હતો. જેમણે તેમનો પિતરાઇ ભાઇ જીજ્ઞેશ પટેલ જે અમેરિકાના સિકાગો શહેરમાં દારૂનો સ્ટોલ ધરાવે છે. તેણે નવો સ્ટોલ ખોલેલો હોઇ માણસની જરૂર હોવાનું કહ્યુ હતુ.
જેમની વાતોમાં આવી વિરેન સોનીએ તેમના પિતા પાસે તેમના બચત ખાતામાંથી રૂપિયા 80,000 ચેક દ્વારા તારીખ 2 મે 2022ના રોજ ટ્રાન્સફર કરાવ્યા હતા. તેમજ વિરેનભાઇએ પણ તારીખ 6 ડિસેમ્બર 2021 થી 18 એપ્રિલ 2022 દરમિયાન મોબાઇલ ફોન રિચાર્જ, ગાડી પેટ્રોલ, ગેસ, જમવાના તથા ઉછીના રૂપિયા 20,153 આપી કુલ રૂપિયા 1,00,153 ચૂકવ્યા હતા. જોકે, ઉમંગ પટેલે વાયદો કર્યા મુજબ વીસ દિવસ પછી અમેરિકા જવાનો કોઇ જવાબ આપ્યો ન હતો.
જે પછી ફોનથી વાત કરતાં તેમણે એવું કહ્યુ હતુ કે, એક વર્ષ બે વર્ષ પણ લાગે તે પછી વારંવાર ફોન કરતાં ઉમંગભાઇએ હવે મારો ભાઇ જીજ્ઞેશ અમેરિકા બોલાવવા માંગતો નથી તેમ કહેતા વિરેનભાઇએ નાણાં પરત માંગ્યા હતા. જે પરત આપવાની ના પાડતાં પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતાં પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વિરેનભાઇને 22 ઓકટોબર 2021ના રોજ ધંધાર્થે અમદાવાદ જવાનું હતુ. ત્યારે સબંધી મીઠાલાલ પોપટલાલ પવારે સિવેલા કપડાં અમદાવાદ ખાતે ઉમંગ પટેલને આપવા માટે આપ્યા હતા. જેમણે અમદાવાદ ઝુંડાલ સર્કેલ પાસે ઉમંગ પટેલને બોલાવી કપડાં આપ્યા હતા. જે પછી ધંધા બાબતે વાતચિત થતાં અમેરિકા દારૂના સ્ટોલની નોકરી માટે કહ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!