ડીસામાં બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ મોંઘવારીને લઇને ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ દ્વારા અટકાયત કરાઇ

- Advertisement -
Share

વિરોધ પ્રદર્શનની મંજૂરી ન આપવા ડીસાના ધારાસભ્ય દ્વારા વહીવટી તંત્રને દબાણ કરાયું હોવાના આક્ષેપો લગાવ્યા

સમગ્ર ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ પર જી.એસ.ટી. લગાવી દેવામાં આવી છે.

જેને લઇને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી ગઇ છે. ગેસના બાટલા રૂ. 1,000 પર પહોંચી ગયો છે.

સરકાર દ્વારા દૂધ, દહી, છાશ, અનાજ અને કઠોળ પર જી.એસ.ટી. લગાવી દેવાતાં વિરોધ પક્ષ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ત્યારે શુક્રવારે ડીસાના સાંઇબાબા સર્કલ નજીક બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના મુદ્દે ધરણાં યોજી ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

જ્યારે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનની ડીસા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન અપાતાં ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ધરણાં પર બેઠેલા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના

 

આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરાઇ હતી. જ્યારે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે વિવિધ નારાઓ લગાવી કોંગ્રેસ ડીસા પ્રભારી અંકીતાબેન ઠાકોર દ્વારા ડીસાના ધારાસભ્ય

સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વિરોધ પ્રદર્શનની મંજૂરી ન આપવા ડીસાના ધારાસભ્ય દ્વારા વહીવટી તંત્રને દબાણ કરાયું હોવાના આક્ષેપો લગાવ્યા હતા.

જ્યારે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરતાં થોડા સમય માટે ડીસાના સાંઇબાબા સર્કલ નજીક ટ્રાફીકજામના દ્શ્યો સર્જાયા હતા.

જ્યારે અટકાયત કરાયેલા તમામ કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. બાદમાં તમામનો છૂટકારો થયો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!