વાવના કુંભારડી ગામમાંથી 2 રીવોલ્વર સાથે એક શખ્સ ઝડપાયો

- Advertisement -
Share

માવસરી પોલીસે સ્થાનિક લોકોના સહયોગથી શખ્સને ઝડપી પાડયો

 

વાવના કુંભારડી ગામમાં વાવના ચોટેલ ગામનો શખ્સ પોતાની પાસે રીવોલ્વર રાખતો હોવાનું સામે આવતાં માવસરી પોલીસે સ્થાનિક લોકોના સહયોગથી ગુરુવારે 2 રીવોલ્વર સાથે શખ્સને ઝડપી પાડયો હતો. આ અંગે માવસરી પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથક વાવમાં ગુરુવારે એક શખ્સ 2 રીવોલ્વર સાથે ઝડપાયો છે.

ત્યારે વાવ તાલુકાના ચોટેલ ગામમાં રહેતો શખ્સ પોતાની પાસે 2 રીવોલ્વર રાખતો હોવાની પોલીસને બાતમી મળી હતી.

જે બાદ માવસરી પોલીસે સ્થાનિક લોકોના મદદથી વાવના કુંભારડી ગામમાંથી 2 રીવોલ્વર સાથે શખ્સને ઝડપી પાડયો હતો.
જયારે 2 રીવોલ્વર સાથે ઝડપાયેલ શખ્સને માવસરી પોલીસે અટકાયત કરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!