ડીસાના રસાણાના ખેડૂત સામે લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરનાર શખ્સ અને 5 અધિકારીઓને હાઇકોર્ટે નોટીસ ફટકારી

- Advertisement -
Share

 

બનાસકાંઠાના ડીસાના રસાણા ગામમાં એક ખેડૂત સામે ગેરકાયદેસર રીતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે ખેડૂતે હાઇકોર્ટેમાં ફરિયાદ કરતાં તેમના લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ પર સ્ટે આપી આ ફરિયાદ કરનાર શખ્સ અને 5 જેટલાં અધિકારીઓને નોટીસ ફટકારી છે.

 

 

ડીસા તાલુકાના રસાણા ગામમાં રહેતાં ભરત રબારી નામનો યુવક ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની જમીનની બાજુમાં આવેલ સર્વે નં. 227 પૈકી 3 ના પ્લોટ નં. 13, 14 અને 19 ના માલિક કૃણાલ શાહે તેમના પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

 

 

એ સમયે પંચનામું કરતી વખતે પણ ભરતભાઇએ સર્કલ ઓફીસર અને મામલતદારને જો દબાણ હોય તો તેઓ સ્વખર્ચે દૂર કરવા તૈયાર છે તેવું લેખિતમાં જણાવ્યું હતું. તેમ છતાં પણ અધિકારીઓએ દબાણ કર્યું હોવાનો નાયબ કલેક્ટરને રીપોર્ટ કર્યો હતો.

 

 

જેના આધારે ભરતભાઇ પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ થતાં તેમની અટકાયત થઇ હતી. જો કે, જેલમાંથી છૂટ્યા બાદ તેમણે તરત હાઇકોર્ટેમાં અરજી દાખલ કરી હતી.

 

જેમાં ભરતભાઇએ કૃણાલભાઇની જમીન પર કોઇ પણ પ્રકારનું દબાણ ન હોવાના આધાર પૂરાવા રજૂ કરતાં હાઇકોર્ટે કૃણાલભાઇની ફરિયાદ પર સ્ટે આપ્યો હતો અને ખોટી ફરિયાદ કરનાર કૃણાલ શાહ સહીત કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર, લેન્ડ રેકર્ડ અધિકારી, સર્કલ ઓફીસર અને ડીસા તાલુકા પોલીસને હાઇકોર્ટેમાં હાજર રહેવા નોટીસ આપી છે.

 

ખોટી ફરિયાદ કરી હેરાન કરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતની માંગ છે. મારી સામે ખોટી ફરિયાદ થઇ હતી. મે હાઇકોર્ટેમાંથી સ્ટે મેળવ્યો છે. ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ સહીત અધિકારીઓને હાઇકોર્ટે નોટીસ આપી છે.

 

સરકારે ગેરકાયદેસર દબાણ કરતાં લોકો સામે સકાંજો કસવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવ્યો છે પરંતુ કેટલાંક લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી પીડિત ખેડૂતની માંગ છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!