એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : સરપંચ લાંચ લેતાં રંગેહાથ આબાદ ઝડપાયો

- Advertisement -
Share

નડીયાદ એ.સી.બી.એ છટકું ગોઠવી લાંચીયા સરપંચને ઝડપી પાડયો

 

સરકારી કામમાં ટકાવારીનો રેસીયો હોવાથી ક્યાં પણ સારા ગુણવત્તા સભર કામ જોવા મળતાં નથી. મહેમદાવાદના ઇયાવા ગામમાં આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જોકે, કોન્ટ્રાક્ટરે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધતાં અંતે સરપંચ સામે છટકું ગોઠવી રૂ. 25,000 ની લાંચ લેતાં સરપંચને રંગેહાથે ઝડપી પાડયો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, મહેમદાવાદ તાલુકાના ઇયાવા ગામમાં રહેતાં વિષ્ણુભાઇ મોહનભાઇ ચૌહાણ પોતે ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે.

 

વિવિધ ગ્રાન્ટમાંથી ગામમાં કરવામાં આવતાં વિકાસ કામોમાંથી કામ કરનાર કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન ઉઘરાવતા હોવાની બૂમો ગામમાંથી ઉઠી હતી.

 

તાજેતરમાં જ સરકારની એ.ટી.વી.ટી. (આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો) યોજના હેઠળ રૂ. 3,00,000 ની વિકાસના કામની ગ્રાન્ટ મંજૂર થયેલ હોય કોન્ટ્રાક્ટરે ઇયાવા ગામમાં નવિન સ્મશાન ગૃહનું બાંધકામનું કામ કરેલ હતું.

 

જેનો માલ-સામાન અને મજૂરીનું કુલ બીલ રૂ. 2,91,185 થયું હતું. જે બાબતે ઇયાવા ગ્રામ પંચાયત કચેરી તરફથી કોન્ટ્રાક્ટરને ચેક આપવામાં આવ્યું હતું.
ચેક બાબતે અને ગ્રામ પંચાયતમાં ભવિષ્યમાં આવનાર ગ્રાન્ટમાંથી વિકાસના કામો કોન્ટ્રાક્ટરને આપવા તેમજ ભવિષ્યના કામો બાબતે હેરાનગતિ નહી કરવા બાબતે સરપંચે હાલમાં બનાવેલ સ્મશાન ગૃહના

 

અંદાજીત બીલના રૂ. 3,00,000 ના 10 ટકા લેખે રૂ. 30,000 ની માંગણી સરપંચ વિષ્ણુભાઇ ચૌહાણે કોન્ટ્રાકટર પાસે કરી હતી.

 

જેથી કોન્ટ્રાક્ટરે કંઇક ઓછું કરવા કહી વિનંતી અને રકઝક કરતાં અંતે રૂ. 5,000 ઓછા કરી છેલ્લે રૂ. 25,000 આપી જવાનું જણાવ્યું હતું.

 

જે લાંચની રકમ કોન્ટ્રાક્ટર આપવા માંગતા ન હોય કોન્ટ્રાક્ટરે નડીયાદ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

 

નડીયાદ એ.સી.બી. કચેરીના પી.આઇ. જે.આઇ.પટેલ લાંચનું છટકું ગોઠવ્યું હતું. મહેમદાવાદ સ્થિત મુરલીધર ટી સ્ટોલમાં કોન્ટ્રાક્ટરે સરપંચને રૂપિયા લેવા માટે બોલાવ્યા હતા.
કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 25,000 ની લાંચ સ્વીકારતાં સરપંચ રંગેહાથે આબાદ ઝડપાઇ ગયા હતા. નડીયાદ એ.સી.બી. કચેરીએ સરપંચની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!