દાતાની સરકારી હોસ્પિટલમાં ભરાયા પાણી : ડિલિવરી સહિત ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ અટવાયા

- Advertisement -
Share

બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે દાતાની સરકારી હોસ્પિટલ પણ પાણીમાં ગરકાવ થવા પામી છે. ભારે વરસાદથી હોસ્પિટલમાં પાણી ભરાયું છે અને પાણી ભરાવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડિલિવરી સહિત ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ હાલ અટવાયા છે. કેમકે સરકારી હોસ્પિટલનો સ્ટાફ પણ પાણી ભરાતા બહાર નીકળી શકે તેમ નથી તેમ જ સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સહિત વાહનો બે બે ફૂટ પાણીમાં ઘરકાવ છે જેથી સારવાર અર્થે આવેલા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાતા પંથકમાં પણ ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે.
દાતાની સરકારી હોસ્પિટલમાં પણ બે બે ફૂટ જેટલું પાણી ભરાયું છે અને જેના કારણે ડિલિવરી સહિત ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ પણ અટવાયા છે કારણ કે સરકારી હોસ્પિટલમાં પાણી ભરાવાના કારણે એમ્બ્યુલન્સ સહિત વાહનો પણ બે બે ફુટ પાણીમાં ગરકાવ થયા છે અને જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હોસ્પિટલમાં પાણી ભરાવાથી સરકારી હોસ્પિટલમાં સ્ટાફ પણ પાણી ભરાતા બહાર નીકળી શકે તેમ નથી જેના કારણે સારવાર કરાવવા આવતા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સિવિલમાં ભરાયેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે જેથી સર્જાતી મુશ્કેલી નિરાકરણ આવી શકે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!