ડીસામાં અજાણ્યા 2 શખ્સોએ યુવકને એચ.ડી.બી. ફાઇનાન્સની લોનના હપ્તા ભરીને બાઇક છોડાવાનું કહી છેતરપિંડી આચરતાં ચકચાર

- Advertisement -
Share

રૂ. 30,000 ની કિંમતનો મોબાઇલ એચ.ડી.બી. ફાઇનાન્સમાં લોન કરીને લીધો હતો

 

ડીસામાં અજાણ્યા 2 શખ્સોએ એચ.ડી.બી. ફાઇનાન્સની લોનના હપ્તા ભરીને બાઇક છોડાવી જવાનું કહી યુવક પાસેથી બાઇક લઇ રફૂચક્કર થઇ જતાં ચકચાર મચી ગઇ છે.
જયારે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે અજાણ્યા 2 શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાની પિંક સોસાયટીમાં રહેતાં ચેતન સંજયભાઇ બારોટ નામનો યુવક જલારામ મંદિર નજીક ફોનવાલેની દુકાનમાં નોકરી કરતો હતો.

 

તે દરમિયાન તેણે રૂ. 30,000 ની કિંમતનો મોબાઇલ એચ.ડી.બી. ફાઇનાન્સમાં લોન કરીને લીધો હતો. ત્યારબાદ ફોનવાલે દુકાનમાંથી નોકરી છોડી દીધી હતી.

 

તે સમયે તેના મોબાઇલના 3 હપ્તા પણ ડયુલ થયા હતા. જ્યારે ગઇકાલે આ યુવક પિંક સીટીથી બજાર તરફ આવી રહ્યો હતો.

 

તે દરમિયાન અજાણ્યા 2 શખ્સોએ તેને ઉભો રખાવી એચ.ડી.બી. ફાઇનાન્સ લોનના બાકી હપ્તા માટેની ઉઘરાણી કરી હતી.

 

અને પાલનપુરમાં આવેલી એચ.ડી.બી. ફાઇનાન્સની ઓફીસમાં હપ્તા ભરીને બાઇક છોડાવી જવાનું કહી તેનું બાઇક લઇને રફૂચક્કર થઇ ગયા હતા.

 

યુવકે ડીસામાં આવેલી એચ.ડી.બી. ફાઇનાન્સની ઓફીસમાં જઇ તપાસ કરતાં પાલનપુરમાં આવી કોઇ જ ઓફીસ ન હોવાનું જાણવા મળતાં તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડયું હતું.

 

આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!