બનાસકાંઠાના સંતો અને ગૌભક્તો ગાયોની સહાય માટે પાલનપુરમાં ઘરણા અને ઉપવાસ પર બેસશે

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગૌશાળાઓ અને પાજવાપરોમાં નિભાવ કરવામાં આવતી ગાયો માટે સરકાર દ્વારા ₹500 કરોડ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી ન મળતા મંગળવારથી બનાસકાંઠાના સંતો અને ગૌભક્તો પાલનપુર કલેકટર કચેરી બહાર ઉપવાસ ઉપર બેસવા જઈ રહ્યા છે.

 

બનાસકાંઠા જિલ્લામાં આવી જુદી જુદી ગૌશાળાઓમાં અસ્ક્ષત, અકસ્માત ગ્રહ તેમજની ગાયોને રાખીને તેઓનું ભરણપોષણ કરવામાં આવે છે અત્યાર સુધી ગૌશાળાઓ અને પાંજરાપોળમાં દાતાઓ દ્વારા દાન અને ઘાસચારો પૂરો પાડવામાં આવતો હતો.

 

પરંતુ કોરોનાની મહામારી બાદ દાતાઓની દાનની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેથી ગૌભક્તોની રજૂઆતને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા રૂ.500 કરોડની સહાય મંજૂર કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા સમય વીતવા છતાં પણ સહાયનો એક પણ હપ્તો ન ચૂકવતા ગાયોનો નિભાવ કરવો સંચાલકો માટે કપડો બની ગયો છે.

 

જેથી આજે મંગળવારે સવારે 9:00 વાગ્યાથી જ કલેકટર કચેરી બહાર બનાસકાંઠા જિલ્લાની વિવિધ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સહિત વિવિધ સંતો મહંતો તેમજ ગૌભક્તો ઉપવાસ ઉપર બેસે તેમ બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળ ફેડરેશનના જગદીશભાઈ સોલંકીએ જણાવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!