ડીસામાં બાઇકની અડફેટે આવતાં રાહદારીને ગંભીર ઇજા

- Advertisement -
Share

ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયો

 

ડીસામાં સોમવારે બપોરના સુમારે નવા બસ સ્ટેશન નજીક બાઇકની અડફેટે આવી જતાં રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો સહીત 108 એમ્બ્યુલન્સ વાનની ટીમે ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં સોમવારે બપોરના સુમારે નવા બસ સ્ટેશન નજીક આવેલ સર્વિસ રોડ પરથી એક રાહદારી પસાર થઇ રહ્યો હતો.

 

તે દરમિયાન પાછળથી આવી રહેલા બાઇક ચાલકે અચાનક રાહદારીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાહદારી રોડ પર પટકાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આ ઘટના અંગે જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!