ભાભર પોલીસે ચોરીના ત્રણ બાઇક સાથે બે શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

ભાભર પોલીસ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આગળ પાછળ નંબરલેટ ન હોઇ જે મોટર સાઇકલ ઉપર બે શખ્સો આવતાં જે બાઇકને રોકાવી બાઇકના રજીસ્ટ્રેશન કાગળોની માંગણી કરતાં નહી હોવાનું જણાવ્યું હતું. જેમાં પોલીસે કડક પૂછપરછ હાથ ધરતાં બંને શખ્સોએ મોટર સાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે વધુ પૂછપરછ હાથ ધરતાં બે અન્ય બાઇક ચોરી કરી બાઇક પોતાના ઘરે રાખી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે ભાભર પોલીસે બંને બાઇક રીકવર કરી ત્રણે બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ભાભર પોલીસ ત્રણ અનડીટેક્ટ ગુનાઓમાં શોધી કાઢવામાં સફળ રહી છે. જેમાં ભાભર પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં ભાભર ટાઉન વિસરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક મોટર સાઇકલને આગળ પાછળ નંબર પ્લેટ ન હોઇ જે મોટર સાઇકલ ઉપર બે શખ્સો આવતાં જે બાઇકને રોકાવી બાઇકના રજીસ્ટ્રેશન કાગળોની માંગણી કરતાં નહી હોવાનું જણાવ્યું હતુ.

[google_ad]

Advt

જ્યારે ભાભર પોલીસે કડક પૂછપરછ હાથ ધરતાં બાઇક પાટણ નવા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ એચ.ડી.એફ.સી બેંક આગળથી વિપુલભાઇ કાનજીભાઇ ચૌધરી (રહે. ચલવાડા, તા. રાધનપુર, જી.પાટણ) અને રાજેશકુમાર રામજીભાઇ જા (હાલ રહે. ધનકવાડા, તા. દિયોદર, મૂળ રહે. ઝાલમોર, તા. કાંકરેજ) વાળાએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછ કરતાં બે અન્ય બાઇક જેમાં એક રાધનપુર સામવેદ હોસ્પિટલ આગળથી અને એક બાઇક ગાધીધામ ડી માર્ટ આગળથી ચોરી કરી હોવાનું કબૂલાત કરતાં હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લ્સ મોટર સાઇકલ નં. GJ-24-AE-0176 કિંમત રૂ.30,000, હીરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ મોટર સાઇકલ નં.GJ-24-AE-4128 કિંમત રૂ.20,000 અને હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ નં.GJ-12-DL-9689 કિંમત રૂ.40,000 બાઇક પોતાના ઘરે રાખેલ હોવાની કબૂલાત કરી હતી. આ અંગે ભાભર પોલીસે બંને બાઇક રીકવર કરી ત્રણેય બાઇક જપ્ત કરબંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ પોલીસની સતર્કતા અને બાજ નજરથી ચોરીનો ભોગ બનેલ બાઇક માલિકોને તેમના બાઇક પરત મેળવવામાં ભાભર પોલીસે કુનેહ વાપરી ત્રણ બાઇક સાથે બંનચોર શખ્સોને જેલ હવાલે કર્યાં છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!