બનાસકાંઠામાં 31,800 મત નોટામાં પડયા : સૌથી વધુ દાંતા બેઠકમાં 5,231 મત નોટામાં પડયા

- Advertisement -
Share

દાંતા, વડગામ અને કાંકરેજમાં પાતળી સરસાઇથી હાર-જીત માટે નોટાના વોટ નિર્ણાયક રહ્યા

બનાસકાંઠાની 9 વિધાનસભા વિસ્તારમાં 31,800 મત નોટામાં પડયા હતા. જેમાં સૌથી વધુ દાંતા વિસ્તારમાં 5,213 મતો પડયા હતા. જ્યારે દાંતા, વડગામ અને કાંકરેજમાં પાતળી સરસાઇથી હાર-જીત માટે નોટાના વોટ નિર્ણાયક રહ્યા હતા.

જે મતદારને ઉમેદવાર ન ગમતો હોય તે મતદાર નોટાનું બટન દબાવી શકે છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની 9 વિધાનસભા વિસ્તારમાં 31,806 મતદારોને ઉમેદવાર ન ગમતાં નોટામાં વોટ કર્યાં હતા.
જેમાં દાંતામાં કોંગ્રેસના ઉમેદવાર કાન્તીભાઇ ખરાડી 6,327 મતે વિજય થયા હતા. જ્યારે નોટામાં 5,213 મત પડયા હતા. આવી જ રીતે વડગામમાં કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી 4,796 મતે વિજય થયા હતા. જ્યારે નોટામાં 2,877 વોટ પડયા હતા.

 

આ ઉપરાંત કાંકરેજમાં કોંગ્રેસના અમૃત ઠાકોર 5,295 મતે વિજય થયા હતા. જ્યારે નોટામાં 3,818 મત પડયા હતા. વાવમાં 3,997 મતો, થરાદમાં 3,466 મતો, ધાનેરામાં 3,811 મતો, ડીસામાં 2,851 મતો, પાલનપુરમાં 2,702 મતો અને દિયોદરમાં 3,071 મતો નોટોમાં પડયા હતા. આમ 31,806 મતો કેટલીક બેઠક પર નિર્ણાયક રહ્યા હતા.

 

2017 માં બનાસકાંઠા જીલ્લાની 9 વિધાનસભામાં 33,606 મતો નોટામાં પડયા હતા. ત્યારે પણ સૌથી વધુ દાંતામાં 6,461 મત નોટામાં પડયા હતા. જ્યારે લોકો એવું પણ કહેતાં હતા કે, સૌથી નીચેનું બટન નોટાનું હોવાથી મતદારોને ગેરસમજ થતાં નોટામાં વધુ મતો પડયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!