ડીસામાં 170થી વધુ ડોક્ટર હડતાળ પર ઉતર્યા : અનેક દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે

- Advertisement -
Share

ડીસા તાલુકામાં આજે 170થી વધુ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે રાજ્ય સરકારે ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવાનું તેમજ કાચના ગ્લાસ દૂર કરવાની નોટિસો ફટકારતા આજે ટ્રસ્ટની હોસ્પિટલો, લેબોરેટરી, પ્રસુતીગૃહ, નર્સિંગ હોમ, ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ સહિત તમામ સેવાઓ બંધ રાખી ડોક્ટરો હડતાલમાં જોડાયા છે.

ડીસામાં આજે સરકારી હોસ્પિટલ સિવાય તમામ હોસ્પિટલો બંધ છે. ગુજરાત હાઇકોર્ટે મૌખિક આદેશ કરી રાજ્ય સરકારને હોસ્પિટલમાં ICU ગ્રાઉન્ડ પર રાખવુ જોઈએ તેમજ કાચના ગ્લાસ દૂર કરવા સહિતની જોગવાઈઓ લાગુ કરવા માટે સૂચના આપી હતી. જે અંતર્ગત રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોને સાત દિવસમાં આદેશનું પાલન કરવા માટેની નોટિસ આપવામાં આવી રહી છે.
જેના વિરોધમાં આજે ડીસા આઈ.એમ.એના તમામ ડોક્ટરએ વિરોધ દર્શાવ્યો હતો. આ લડતમાં ડીસામાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલો, લેબોરેટરી, નર્સિંગ હોમ, પ્રસુતિ ગૃહ, ઓપીડી અને ઇમર્જન્સી સહિત તમામ સેવાઓ બંધ રાખી 170થી વધુ ડોક્ટરોએ વિરોધ દર્શાવ્યો હતો. 24 કલાક સુધી ચાલનારી આ હડતાલમાં ઈમરજન્સી ધરાવતા દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે એક સાથે તમામ હોસ્પિટલો બંધ થતા અનેક દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!