ડીસાના વિઠોદરની અનોખી પહેલ : પ્રગતિશીલ ખેડૂત સહીત અધિકારીઓનું સન્માન કરાયું

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના વિઠોદર ગામના નવ નિયુક્ત મહીલા સરપંચે મંગળવારે અનોખી પહેલ કરી ગામના પ્રગતિશીલ ખેડૂત સહીત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામજનોનું વિશેષ સન્માન કરાયું હતું.

 

 

ડીસાના વિઠોદરના મહીલા સરપંચ શિલ્પાબેન હસમુખભાઇ સોલંકી (ઠાકોર) દ્વારા ગ્રામજનોને પ્રોત્સાહન કરવા માટે અનોખી પહેલ શરૂ કરાઇ છે.

 

 

જેમાં મહીલા સરપંચ શિલ્પાબેન સોલંકી સહીત ગ્રામ પંચાયતના સદસ્યો, ગામના આગેવાનો અને યુવાઓના સાથ સહકારથી વિઠોદર-તાલેગઢ ગામની પ્રાથમિક અને હાઇસ્કૂલના આચાર્યો, ગામના જ બહાર નોકરી કરતાં ભાઇ-બહેનો,

 

 

ગામમાં ફરજ બજાવતાં આરોગ્ય કર્મચારીઓ, ગામના આંગણવાડી કર્મચારીઓ, વિઠોદર ગામની આશા વર્કર બહેનો, ગામના પ્રગતિશીલ ખેડૂત અને એકથી ત્રણ નંબર મેળવનાર ખેડૂતો, સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર પશુપાલકો, દૂધ મંડળીના મંત્રી અને સફાઇ કામદારો સહીતનું વિશેષ સન્માન કરાયું હતું.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!