માલગઢમાં વરસાદના પગલે રોડ પર ભૂવો પડતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા

- Advertisement -
Share

ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલ ભૈરવ ધામ મંદિરથી રાધનપુર હાઇવેને જોડતો નવો રસ્તો બન્યો છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગથી ડીસાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ રૂ.80 લાખ ઉપરાંતના ખર્ચે નવો રસ્તો બનાવ્યો છે.

પરંતુ બંને સાઇડે 2થી 4 ફૂટ સંરક્ષણ દીવાલ કરાય છે. પરંતુ આ રોડને દીવાલ પણ ન કરાતાં રોડને મોટો ભૂવો પડી ગયો છે. જ્યારે ભારે વરસાદના પગલે નવો રોડ તૂટી જતાં અવર-જવર કરતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જો સરકાર આટલી મોટી મોટી ગ્રાન્ટો રોડ બનાવવામાં ફાળવે છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ અને રસ્તાઓમાં ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાવાળુ બનાવીને મૂકે છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગની ટીમે તાત્કાલીક આ રોડમાં બંને સાઇડે દીવાલ કરી રીપેરીંગ કરવાની ગ્રામજનોની માંગ ઉઠી છે.
જો આવનાર સમયમાં આ રોડની સમસ્યા હલ નહી થાય તો મોટી હોનારત સર્જી શકે તેમ છે. જ્યારે મોટી દુર્ઘટના સર્જાશે તો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી રહેશે તેવું માલગઢના ગ્રામજનોએ જણાવ્યું છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!