લાખણીના વકવાડામાં ગોગા મહારાજના મંદિરમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો

- Advertisement -
Share

ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

 

લાખણી તાલુકાના વકવાડા ગામમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં રાખેલ દાન પેટીમાંથી રોકડ રકમ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી પલાયન થઇ જતાં ચકચાર મચી ગઇ છે.

આ અંગે ભીલડી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સને ઝડપી પાડયો છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના વકવાડા ગામમાં ગોગા મહારાજના મંદિરની દાન પેટીમાંથી થયેલ આશરે રૂ. 4,000 થી 5,000 ની રોકડની ચોરીનો ગુનો શોધી

 

કાઢવા અલગ-અલગ ટીમો બનાવી ચોરીનો ભેદ ઉકેલવા તપાસમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ચોરી કરનાર આરોપી હીરારામ અચલારામ દેવાસી (રબારી) (રહે. સાનવાડા, તા.
પીંડવાડા, જી. શિરોહી, રાજસ્થાન) વાળાને ઝડપી પાડયો હતો. જયારે પોલીસે શખ્સ પાસેથી રોકડા રૂ. 4,600 અને દાન પેટી તોડવાના સાધનો જપ્ત કર્યાં હતા. આ અંગે ભીલડી પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!