ડીસાના ગેનાજી ગોળીયામાં ગૌચરની જમીન પર 3 શખ્સોએ દબાણ કરી પુત્ર ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

3 શખ્સો સામે યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં ગૌચરની જમીનમાં દબાણ કરતાં શખ્સો સામે પિતાએ જીલ્લા કલેકટરમાં અરજી કરતાં દબાણ કરતાં 3 શખ્સોએ પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં રહેતાં રત્નાજી બાલકાજી રબારી, નાથુજી જોમાજી રબારી, જેતાજી ચમનાજી રબારી ગૌચરની જમીનમાં દબાણ કરતાં હોય ગામના મંછાજી

 

ચમનાજી ગેલોત (માળી)એ જીલ્લા કલેકટરમાં અરજી કરી હતી. જેથી ત્રણેય શખ્સોએ અરજી પાછી ખેંચી લેવા મંછાજીને ધમકી આપી હતી પરંતુ મંછાજીએ અરજી પાછી ખેંચી ન હતી.

 

જેની અદાવત રાખી આ ત્રણેય શખ્સોએ મંછાજીનો પુત્ર ભરત મંછાજી ગેલોત (માળી) ગઇકાલે પોતાનું બાઇક નં. GJ-08-CF-3065 લઇને ગામમાંથી નીકળ્યો હતો.

 

ત્યારે સ્વીફ્ટ કારમાં આવી બાઇક ઉભુ રખાવી પુત્ર ઉપર લાકડી અને ધારીયા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તે દરમિયાન કોઇ વ્યક્તિએ તેમના કાકાના દીકરાને ફોન કરતાં તે આવી જતાં

 

ત્રણેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. જયારે પુત્રને 108 વાન મોબાઇલમાં ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!