ડીસામાં વકીલની ઓફીસમાં હાથફેરો કરનાર રાજસ્થાની શખ્સને પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

ડીસા પોલીસે ડીસા-પાલનપુર વચ્ચેના 100 થી વધુ સી.સી.ટી.વી. કેમેરા તપાસ્યા

 

ડીસામાં 2 દિવસ અગાઉ વકીલની ઓફીસમાંથી રૂ. 1,25,000 ની રોકડની ચોરી કરનાર રાજસ્થાનના શખ્સને ડીસા શહેર દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરના મુખ્ય બજારમાં આવેલ બનાસ બેંક નજીકના ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં વકીલાતની ઓફીસ ધરાવતા હીનાબેન ઠક્કર અને ગંગારામભાઇ પોપટની ઓફીસમાં તા. 10
જુલાઇના રોજ કબાટમાં પડેલા રૂ. 1,25,000 ની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જે અંગે હીનાબેન ઠક્કરે ડીસા શહેર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

 

આથી ડીસા શહેર પી.આઇ. એસ.એમ.પટણી અને સ્ટાફ દ્વારા ડીસાથી પાલનપુર વચ્ચેના 100 થી વધુ સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ મેળવી ચોરીના આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
પોલીસે વકીલની ઓફીસમાં ચોરી કરનાર ગણેશારામ ચુનારામજી મેઘવાળ (રહે. મોહીવાર, તા.આહોર, જી.જાલોર-રાજસ્થાન) ને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમ પી.આઇ. એસ.એમ.પટણીએ જણાવ્યું હતું.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!