ધાનેરા-થરાદ હાઇવે પર કાર અને આખલા વચ્ચે અકસ્માત સર્જાતાં આખલાનું મોત : 2 યુવકો ઘાયલ

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા

 

ધાનેરા-થરાદ રોડ પર આવેલા ખેડા અને પાવડાસણ વચ્ચે રોડ પર ગુરુવારે અચાનક આખલો આવી જતાં ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જયારે અકસ્માતમાં આખલાનું મોત નિપજ્યું હતું. જયારે ગાડીમાં બેઠેલ 2 લોકોને ઇજાઓ થઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં કોઇ સમસ્યા હોય તો તે છે. રખડતાં ઢોરની સમસ્યા રખડતાં ઢોરોના કારણે વારંવાર નાના-મોટા અકસ્માત સર્જાતા હોય છે.

ત્યારે ગતરોજ પણ કાંકરેજ તાલુકાના શિહોરી નજીક આખલાની અડફેટે બાઇક સવાર યુવકનું મોત નિપજયું હતું. જયારે ગુરુવારે ફરી એક આખલાના કારણે અકસ્માત સર્જાયો છે.

ધાનેરા-થરાદ હાઇવે પર આવેલા ખેડા અને પાવડાસણ વચ્ચે રોડ પર અચાનક આખલો આવી જતાં કાર અને આખલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જયારે અકસ્માતમાં આખલાનું મોત નિપજ્યું હતું. જયારે ગાડીમાં બેઠેલ 2 યુવકોને ઇજાઓ થઇ હતી.
જયારે અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને તાત્કાલીક સારવાર અર્થે ધાનેરા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!