અમીરગઢના એક ગામે ખેતરના મજૂર પર જંગલી ભૂંડે હુમલો કર્યો, ઈજાગ્રસ્તને 45 ટાંકા આવ્યા

- Advertisement -
Share

અમીરગઢ તાલુકાના વેરા ગામમાં સોમવારની વહેલી સવારે ખેતરમાં ગયેલા એક ખેત મજુર ઉપર જંગલી ભૂંડએ હુમલો કરતાં હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્ત પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 

વેરા ગામમાં સોમવારની વહેલી સવારે રૂપાભાઈ આદિવાસી મકાઈ વાવેલ ખેતરમાં ગયા હતા. ત્યારે વહેલી સવારે અંધારામાં જંગલી ભૂંડ દ્વારા હુમલો કરતા હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક પાલનપુર ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જેમાં ઇજાગ્રસ્ત રૂપાભાઇને ડાબા પગમાં 30 ટાંકા અને જમણા હાથમાં ફ્રેકચર સહિત 15 ટાંકા આવ્યા હતા. ઘટનાની જાણ બાલુન્દ્રા રેન્જના બીટગાર્ડ ડી.કે.પટેલને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 

લોકોને સાથે રાખી તપાસ કરતાં જંગલી ભૂંડએ હૂમલો કર્યો હોય એવું જાણવા મળ્યું હતું. ભૂંડે મકાઈ ખાવા મકાઈના ખેતરમાં આવ્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સ્થળ પર તપાસ કરતા ભૂંડના પગના નિશાન જોવા મળ્યા હતા તેવું બીટગાર્ડ ડી.કે.પટેલે જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!